કોરોના બાદ વધી છે ડાયાબિટીસની સમસ્યા તો આ રીતે દેખાડો બહારનો રસ્તો, પેન્ક્રિયાસમાં ગરબડ છે મૂળ કારણ

છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાએ લાખો લોકોને સપાટામાં લીધાં છે. અલબત્ત, તેમાંથી ઉગરી જનારાઓની સંખ્યા તેનો ભોગ બનનારાઓ કરતાં અનેકગણી વધુ છે. પરંતુ કોરોનાને મ્હાત આપનારાઓમાં જોવા મળતાં કોરોના પછીના લક્ષણો પણ તેમને કનડતા રહે છે. નિષ્ણાતો કહે છે કે કોરોનામાંથી ઉગરી ગયા પછી પણ અનેક દરદીઓના શરીરની અંદર અને બહાર કોરોના પછીના લક્ષણો જોવા મળે છે. દરદીના હૃદય, ફેફસાં, આંતરડા, પેન્ક્રિયાસ (અગ્નાશય) કોરોનાને કારણે અસર પામે છે.



કોરોનાની સારવાર દરમિયાન જે દરદીઓને સ્ટેરોઈડ આપવાની જરૂર પડે છે તેમને તેના ઓવરડોઝને કારણે ડાયાબિટિસ થવાની સંભાવના રહે છે. જે કોરોનાગ્રસ્તોને અગાઉથી જ મધુપ્રમેહ હોય તેમનામાં શુગરનું સ્તર ૩૦૦-૪૦૦ સુધી પહોંચી જાય છે. કોરોનાની સારવાર વખતે જેમને ડાયાબિટિસ થાય છે તેમને એ વાતની ચિંતા સતાવવા લાગે છે કે ક્યાંક તેઓને આજીવન આ વ્યાધિની ઉપાધિનો સામનો ન કરવો પડે.

આ કારણે થાય છે સુગરની સમસ્યા

નિષ્ણાતો કહે છે કે શુગરની સમસ્યા મોટાભાગે પેન્ક્રિયાસમાં ગડબડ થવાને કારણે થાય છે. કોરોનાને કારણે જેમને શુગરની સમસ્યા થઈ છે તેમાંના મોટાભાગના દરદીઓમાં ટાઈપ-૧ ડાયાબિટિસ જોવા મળ્યો છે. આવા મરીજોમાં ઇન્સુલિન બનવાનું સાવ જ બંધ નથી થઈ જતું, પરંતુ ઓછું થઈ જાય છે. થોડાં દિવસો સુધી દવા અથવા ઇન્સુલિન અને ખાવાપીવામાં કાળજી કરીને તેને અંકુશમાં લઈ શકાય છે. જ્યારે ટાઈપ-૧ ડાયાબિટિસના દરદીઓમાં ઇન્સુલિન બનવાનું પ્રમાણ નહીંવત્ હોવાથી તેમને શુગરને કાબૂમાં રાખવા જીવનભર ઇન્સુલિન અને દવા લેવી પડે છે.

બ્લડ શુગર શી રીતે કે શા માટે વધે છે તે સમજાવતાં નિષ્ણાતો કહે છે કે આપણે જ્યારે કાંઈ ખાઈએ છીએ ત્યારે શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધે છે. અને તેને અંકુશમાં રાખવાનું કામ પેન્ક્રિયાસ કરે છે. પેન્ક્રિયાસમાં રહેલા બીટા સેલ્સ ઇન્સુલિન બનાવે છે. કોરોના થાય ત્યારે અન્ય અંગોની જેમ પેન્ક્રિયાસમાં પણ સોજો આવે છે. પરિણામે બીટા સેલ્સની ઇન્સુલિન બનાવવાની ક્ષમતા પર અસર પડે છે. સ્વાભાવિક રીતે જ શરીરમાં શુગરનું સ્તર વધી જાય છે. પરંતુ સોજો ઘટવા સાથે શુગરનું સ્તર પણ સામાન્ય બને છે. અલબત્ત, તેને માટે પેન્ક્રિયાસનો સોજો ઓછો કરવાના તેમ જ શુગરને અંકુશમાં લેવાના પ્રયાસો કરવા પડે છે. આ બાબતે બેદરકારી સેવવામાં આવે તો આંખો, નસો અને રોગપ્રતિકારક શક્તિ પર પણ તેની અસર પડે છે.



કોરોનાના કારણે વધી ગયું સુગર લેવલ

કેટલાંક કેસોમાં એમ પણ નોંધવામાં આવ્યું છે કે દરદીઓને અગાઉથી જ ડાયાબિટિસ હોય છે, પરંતુ તેઓ પોતાની આ વ્યાધિથી અજાણ હોય છે. તેમને જ્યારે કોરોના થાય અને ચકાસણી દરમિયાન તેમને ડાયાબિટિસ જણાય ત્યારે તેઓ એમ માની લે છે કે કોરોનાને કારણે તેમની શુગરનું સ્તર વધી ગયું છે. વળી શુગરની સમસ્યાનો સીધો સંબંધ બ્લડ પ્રેશર સાથે હોય છે. શુગરનું સ્તર વધવા સાથે જે તે દરદીનું બ્લડ પ્રેશર વધી શકે છે. અથવા બીપી વધવાથી પણ શુગર વધવાની સંભાવના રહે છે. છેવટે આ બંનેની અસર હૃદય, કિડની અને લિવર પર પડે છે. તેથી શરીરમાં કોઈપણ રીતે શુગરનું સ્તર વધે ત્યારે તેને કાબૂમાં લેવાના ઉપાયો તુરંત જ હાથ ધરવા જોઈએ.

હવે આ ઉપાયો વિશે વાત કરવાથી પહેલા શુગરની કિડની, હૃદય જેવા અંગો પર શી અસર પડે છે તે જાણી લેવું પણ એટલું જ જરૂરી છે. સૌથી પહેલા કિડનીની વાત કરીએ તો તેના ઉપર જ શુગરની અસર સૌથી પહેલા થાય છે. તેથી ડાયાબિટિસના દરદીઓએ દર છ મહિને કેએફટી (કિડની ફંક્શન ટેસ્ટ) કરાવવું જોઈએ. આ ટેસ્ટમાં શરીરમાં રહેલા ક્રિએટિમિન અને યૂરિયાના સ્તરની ખબર પડે છે. જો તેનું સ્તર વધી ગયું હોય તો સમજવું કે કિડનીને નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ છે. ડાયાબિટિસને કારણે હૃદય પર શી રીતે જોખમ રહે છે તેના વિશે સમજ આપતાં નિષ્ણાતો કહે છે કે શુગર વધવાથી રક્તવાહિનીઓ સખત બને છે.

શુગર કંટ્રોલ કરવા માટે તમે ચાહો તો ચાર-પાંચ ટંકના ભોજનનું ચોક્કસ સમય પત્રક પણ તૈયાર કરી શકો. તેમાં એવો આહાર સામેલ કરો જેમાં કેલેરી ઓછી હોય પણ પોષક તત્વો વધારે હોય. જેમ કે..

સવારના ઉઠીને એક ગ્લાસ સાદા પાણીમાં અડધું લીંબુ નીચોવીને પીઓ. તે શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર ફેંકી દેવામાં મદદ કરે છે.

સવારના આઠથી નવ વાગ્યા દરમિયાન ફાઇબર (રેષા) ભરપૂર પ્રમાણમાં હોય એવી વસ્તુઓ ખાઓ. તેમાં ઘઉં- ચણાદાળ – બાજરો – જુવાર ઇત્યાદિ મિક્સ કરાવીને દળાવેલા લોટની રોટલી, મગની દાળના પૂડલા, એક વાટકી મોસમી શાક અને દલિયા, એક વાટકી પનીરનું શાક લઈ શકાય.

ત્યાર બાદ બપોરના ભોજનથી પહેલા, લગભગ ૧૧થી ૧૨ વાગ્યા દરમિયાન ફણગાવેલા મગ, ચણા, સોયાબીન, ફળો લો. તેની સાથે એક ગ્લાસ છાશ અથવા એક વાટકી દહીં લો.

બપોરે એક વાગ્યાથી બે વાગ્યા દરમિયાન ભોજન લો. તેમાં એકથી બે રોટલી, એક વાટકી દાળ, શાક, સલાડ લો.

સાંજે ચારથી છ વાગ્યાના સમયમાં એક વાટકી ચણા અથવા મખના લો. તમે ચાહો તો આ સમયે એકાદ-બે અખરોટ અને ચાર-પાંચ બદામ પણ લઈ શકો. તેના સિવાય જાંબુ જેવા ફળો પણ લાભકારક બની રહે.

રાત્રિ ભોજનમાં કાર્બોહાઇડ્રેટની માત્રા નહીંવત્ રાખો. તેના સ્થાને પટ ભરવા બે વાટકી દાળ, એક વાટકી લીલા શાકભાજી અને એક પ્લેટ સલાડ અથવા ફળો લો.



રાત્રે સુવાથી પહેલા એક કપ હળદરવાળું દૂધ પીઓ. તેવી જ રીતે આખા દિવસમાં ગમે ત્યારે એક વખત, એક ચમચી તજનું પાવડર લેવાથી પણ શરીરની અંદર આવેલા સોજામાં રાહત મળે છે.

દિવસ દરમિયાન ઇચ્છો ત્યારે સુરજમુખી, અળસી, ધિયા, ચિયા, તરબૂચ, ચીભડા ઇત્યાદિના બી પણ લઈ શકાય. હા, જંક ફૂડ લેવાનું સદંતરપણે ટાળો. તેવી જ રીતે ગળ્યા પદાર્થોથી પણ છેટું રાખો.

કોરોનાની સારવાર દરમિયાન લાગૂ પડેલા ડાયાબિટિસને પણ આ પ્રકારની કાળજી રાખીને શરીરની બહાર ફેંકી દઈ શકાય.

પરિણામે બ્લડ પ્રેશર વધે છે અને હૃદય રોગનો હુમલો આવવાનું જોખમ રહે છે. એટલું જ નહીં, તેને કારણે નસો નબળી પડવા લાગે છે. પરિણામે પગમાં ઈજા થાય તેની પણ દરદીને સમજ નથી પડતી. આવી સ્થિતિમાં ગેંગરીન થવાની સંભાવના રહે છે. હવે લિવરની વાત કરીએ તો આપણા શરીરનું આ એકમાત્ર અંગ છે જે ૩૦૦ પ્રકારની કામગીરી બજાવે છે. શુગરનું સ્તર વધવાથી તેના કામ પર અસર પડે છે. તેમાં પેદા થતાં એન્ઝાઈમનું ઉત્પાદન ઘટે છે. ડાયાબિટિસના દરદીઓમાં ફેટી લિવરની ફરિયાદ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેથી શુગરને અંકુશમાં આખવાનું અત્યાવશ્યક બની રહે છે.

હવે શુગરનું સ્તર કાબૂમાં લેવાની વાત કરીએ તો સૌથી પહેલા એ જાણી લેવું જરૂરી છે કે કોરોના થવાથી પહેલા તમને ડાયાબિટિસ હતું કે નહીં. તેને માટે કોરોનામાંથી ઉગરી ગયા પછી તરત જ લ્લમછ૧બ શુંગર ટેસ્ટ કરાવો. આ ચકાસણીમાં છેલ્લા ત્રણ મહનાની શુગરની સ્થિતિનું નિદાન થઈ શકે છે. જો રિપોર્ટમાં તેનું સ્તર ૬.૫ થી ઓછું આવે તો સમજવું કે તમને અગાઉથી ડાયાબિટિસ નહોતું. 


પરંતુ આ સ્તર વધારે આવે તો તમે અગાઉથી ડાયાબિટિસના દરદી હતાં. મહત્વની વાત એ છે કે કોરોનાના દરદીને જેટલા વખત સુધી સ્ટેરોઈડ આપવામાં આવ્યું હોય તેના ૪૦થી ૫૦ દિવસ સુધી તેના શરીરમાં શુગરનું સ્તર વધારે જોવા મળે છે. તેથી કોરોનામાંથી સાજા થયા પછી શુગર પર બનતી ઝડપે અંકુશ મેળવવા એન્ડોક્રાઇનોલોજિસ્ટનો સંપર્ક કરવો. ઘરમાં સવારના ખાલી પેટે, બપોરે અને રાત્રે ભોજન પહેલા એમ ત્રણ વખત ગ્લૂકોમીટરની મદદથી શુગરનું સ્તર તપાસવું. અને તેને ધ્યાનમાં લઈને દવા કે ઇન્સુલિન તબીબની સલાહ લઈને લેવા.ક્રેડિટ લિંક 

તેના સિવાય રાત્રિ ભોજનમાં કાર્બોહાઇડ્રેટ્સ (ભાત, રોટલી, મીઠાઈ ઇત્યાદિ) અલ્પ પ્રમાણમાં લેવા, વજન વધારે હોય તો તે ઘટાડવાનો પ્રયાસ કરવો, નિયમિત રીતે પાંચ મિનિટ યોગ અને ૧૦ મિનિટ હળવી કસરતો કરવી. જો આટલી મિનિટ સુધી યોગ-વ્યાયામ કરવાથી થાક ન લાગે તો તેનો સમય ધીમે ધીમે વધારવો. પરંતુ અચાનક ભારે કસરતો શરૂ કરવાની ભૂલ ન કરવી.

Post a Comment

0 Comments