બિગ બ્રેકિંગ:સમગ્ર રૂટ પર કર્ફ્યૂ સાથે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે


બિગ બ્રેકિંગ:સમગ્ર રૂટ પર કર્ફ્યૂ સાથે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, તમામ બ્રિજ બંધ રહેશે, પ્રસાદ વિતરણ બંધ



પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ
રથયાત્રાના રૂટ પર તમામ દુકાનો અને પોળની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

અમદાવાદમાં રથયાત્રા યોજવાની સરકારે મંજૂરી આપી છે. આ અંગે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. પ્રદિપસિંહે જણાવ્યું કે, સમગ્ર રૂટ પર કર્ફ્યૂના અમલ સાથે રથયાત્રા યોજવામાં આવશે. તેમજ પ્રસાદ પણ આપવામાં આવશે નહીં. તમામ ભક્તોએ ઓનલાઈન દર્શન કરવા પડશે. પૂર્વ અને પશ્ચિમને જોડતા તમામ બ્રિજ રથયાત્રા સવારે નીકળી અને પરત નહિ આવે ત્યાં સુધી બંધ રહેશે.



રૂટ પર રહેતા લોકો ઘરે મહેમાનોને બોલાવી શકશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. રથયાત્રામાં માત્ર 5 વાહનો જ ઉપસ્થિત રહેશે. ખલાસીઓનો 48 કલાક પહેલા RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો જોઈએ. જ્યારે જેને પણ વેક્સિનના બે ડોઝ લીધા હશે તે ખલાસીઓને અગ્રીમતા આપશે. એક ડોઝ લેવો ફરજિયાત છે.

રથયાત્રાને પગલે ગત વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભગવાનના મોસાળ સરસપુર ખાતે પણ આજથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રાના રૂટ પર તમામ દુકાનો અને પોળની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.

સરસપુર આવવાના તમામ રસ્તાઓ પર બંદોબસ્ત
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે 4 દિવસ જ બાકી છે. ત્યારે તૈયારીઓને આખરી આપો દેવામાં આવ્યો છે. નિજ મંદિર ખાતે તો પુરજોશમાં તૈયારી ચાલી રહી છે સાથે જ ભગવાનના મોસાળ સરસપુર ખાતે પણ તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે.સરસપુર રણછોડજી મંદિરે દર્શન માટે આવતા ભક્તોનો ઘસારો વધ્યો છે અને હજુ ઘસારો વધતો રહેશે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરસપુર મંદિર,સરસપુરના મુખ્ય રોડ,પોળ તથા સરસપુર આવવાના તમામ રસ્તાઓ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.




દર 50 થી 100 મીટરના અંતરે પોલીસકર્મીઓ તૈનાત
રથયાત્રાના બંદોબસ્ત માટે બહારથી આવેલી પોલીસ પણ સરસપુર ખાતે પહોચી છે. દર 50 થી 100 મીટરના અંતરે PSI અને 4 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને બહારથી આવેલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરીને રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.પોલીસ ઉપરાંત CRPFની ટીમ પણ બંદોબસ્તમાં જોવા મળી હતી. રથયાત્રાના દિવસ સુધી હવે આ પ્રકારનો જ બંદોબસ્ત રાખવામાં આવશે.

દિવ્યભાસ્કર ન્યૂઝ 

પોલીસ અધિકારી-કર્મીઓને બંદોબસ્ત ફાળવી દેવાયો
ચાલુ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં? અને નીકળશે તો કેવી રીતે નીકળશે એ અંગે હજુ સુધી સરકારે સત્તાવાર કોઇ જાહેરાત કરી નથી. રથયાત્રા આડે હવે માંડ 4 દિવસ બાકી છે, ત્યારે બુધવારથી જ રથયાત્રાના આખા રૂટ પર પોલીસ-સુરક્ષાકર્મીનો બંદોબસ્ત ગોઠવાયો છે. જ્યારે રથયાત્રાના બંદોબસ્ત માટે હાલમાં એસઆરપીની 10 કંપની પણ તહેનાત કરી દેવાઈ છે. રથયાત્રા દર વર્ષની જેમ નિર્ધારિત રૂટ પર નીકળે એવી શક્યતા છે, જેથી હવે પોલીસે એ દિશામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે.




દરેક પોલીસ સ્ટેશનમાંથી 70 કર્મચારી મુકાયા
રથયાત્રાના રૂટમાં આવતાં પોલીસ સ્ટેશન સિવાયનાં તમામ પોલીસ સ્ટેશનોમાંથી પીઆઈ અને 50થી 70 પોલીસકર્મીઓને રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત માટે બોલાવાયા છે. બહારથી આવનારા પોલીસકર્મચારીઓ પણ આજે આવી પહોંચશે.


Post a Comment

0 Comments