આપણે બધા જાણતાજ હોઈએ છીએ કે કેળા આપણા સ્વસ્થ માટે ખુબજ સારા હોય છે.અને આપણે એ પણ જાણીએ છીએ કે કેળા ખાવાથી આપણા શરીર માં કેલ્શિયમ ની કંઈ પુરી થાય છે.તેથી આપણે કેળા ખાઈએ છીએ.પરંતુ શું તમે જાણો છો કે કેળા ની છાલ પણ ખુબજ ફાયદા કારક હોય છે ?? હા મિત્રો કેળા ની છાલ પણ ખુબજ ફાયદા કારક હોય છે.ચાલો જાણીએ કેવીરીતે

પાચન માટે સારી
કેળા ની છાલ માં આપણ ને ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે તેથી જો તેની નિયમિત સેવન કરવામાં આવે તો આપણી પાચન ક્રિયા વધે છે અને આપણું પાચનતંત્ર સારું બને છે.તે આપણી ગણી સમસ્યાથી પણ નિયમિત રીતે બચાવે છે જેમ કે કબજિયાત જાડા અને ઇરીટેબલ બોલ સિંડ્રોમની સમસ્યા જેવી અનેક સમસ્યા થી બચાવી શકે છે.તો યાદ રાખો મિત્રો કેળાની છાલ નું નિયમિત સેવન ચાલુ રાખવું
દાંત સાફ કરે છે
માનવામાં આવ્યુ છે કે કેળાની છાલ ને નિયમિત 1 મિનિટ સુધી એક અઠવાડિયા માટે ઘસવામાં આવે તો પીળા થયેલા દાંત સફેદ થાયછે અને મજબૂત પણ થાય છે .કેળાની છાલ માં રહેલા ખનીજ તત્વો આપણા દાંત ને સારા અને મજબૂત રાખે છે.તેથી આપણને કેળાની છાલ દાંત સાફ કરવા માં પણ કામ આવી શકે છે.

પિમ્પલ્સથી છૂટકારો
પિમ્પલ્સ ની સમસ્યા વધારે પડતા લોકોને હોય છે અને તે ખુબજ ખરાબ માનવામાં આવે છે એટલે કે કોઈને પણ પસંદ નથી હોતું.તમે જો તમારા ચહેરાને ગ્લોવ વધારવા માંગતા હોય અને પીમ્પલ્સ ને હટાડવા માંગતા હોય તો તમે કેળાની છાલ ને ચહેરા પર ઘસી શકો છો.તમને માત્ર એક અઠવાડિયા માંજ ફરક જોવા મળી સક્સે.કેળાની છાલ માં ફિનોલિક મેળવવામાં આવે છે જે એન્ટિ-માઇક્રોબાયલ ગુણધર્મોથી સમૃદ્ધ છે.જે ત્વચાના સોજા ઘટાડવામાં મદદ કરે છે.ક્રેડિટ લિંક
કરચલીઓ ઘટાડે છે
તમને તમારા ચહેરા પર કરચલીઓમહેસુસ થાય છે અથવા કરચલીઓ જોવા મળે છે તો તમને ચહેરા પર કેળા ની છાલ ઘસવી જોઈએ.કેળાની છાલમાં એન્ટીઓકિસડન્ટ અને વિટામિન સી ની માત્રાવ ભરપુર હોય છે , જે ત્વચાની સ્થિતિસ્થાપકતા વધારવામાં મદદ કરે છે અને આ કરચલીઓ ઘટાડવામાં પણ મદદ કરે છે.
પીડા દૂર કરે છે
એક અધ્યયન મુજબ કેળાની છાલમાં બાયોએક્ટિવ સંયોજનો પામવામાં આવ્યું છે જેમાં કેરોટિનોઇડ્સ અને પોલિફેનોલ હોય છે. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે જે પેટના દુખાવાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.તેથી કેળા ની છાલ પેટ ના દુખાવાને પણ ઓછો કરે છે.
0 Comments