Header Ads Widget

Responsive Advertisement

શું તમને પણ વાળ ખરવા, ધોળા અને ડેન્ડ્રફની સમસ્યા છે? તો ચિંતા કરવાની જરૂર નથી, ડુંગળીનો આવી રીતે ઉપયોગ કરો અને પરેશાનીથી છૂટકારો મેળવો



તમે વાળને લગતી સમસ્યાઓ જેવી કે વાળ ખરવા, ધોળા થવા અને ડેંડ્રફને દૂર કરવા માટે ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. ડુંગળીમાં ઘણા પોષક તત્વો હોય છે.



ડુંગળીમાં ફોલિક એસિડ, સલ્ફર અને વિટામિન સી જેવા પોષક તત્વો હોય છે. સલ્ફર વાળ તૂટવા અને પાતળા થવાને ઘટાડવામાં મદદ કરે છે. ડુંગળીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ પણ છે. તેઓ સ્કેલ્પના સંક્રમણને રોકવા અને વાળને સમય પહેલા ધોળા થવા સામે લડવામાં મદદ કરે છે.

તેનો નિયમિત ઉપયોગ કરવાથી ડેન્ડ્રફ ઓછું થાય છે. તે ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી, પરંતુ વાળની ​​અનેક સમસ્યાઓનું સમાધાન પણ છે. તેના માટે તમે ડુંગળીની પેસ્ટ બનાવી અથવા તેના રસનો ઉપયોગ કરી શકો છો. ચાલો તેનો જાણીએ કેવી રીતે ઉપયોગ કરવો.

ડુંગળીના રસનો હેર માસ્ક

તમે ડુંગળીનો રસ અને ઓલિવ તેલનો ઉપયોગ કરીને હેર માસ્ક બનાવી શકો છો. આ હેર માસ્ક સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારવામાં મદદ કરે છે, વાળને મજબૂત કરે છે અને વાળને વધારવામાં મદદ કરે છે. તેના માટે તમારે 3 ચમચી ડુંગળીનો રસ અને 2 ચમચી ઓલિવ તેલની જરૂર પડશે. આ બંનેને મિક્ષ કરીને પેસ્ટ બનાવો. તેને સ્કેલ્પ ઉપર માલિશ કરો. હેર માસ્કને 2 કલાક માટે છોડી દો. ત્યારબાદ તેને શેમ્પૂથી ધોઈ લો.


વાળને ધોવા માટે ડુંગળીનો રસ

ડુંગળીનો રસ વાળ ધોવા માટે પણ વાપરી શકાય છે. તેના માટે તમારે ડુંગળીનો રસ, લવંડર એશેન્શિયલ ઓઇલ અને લીંબુનો રસની જરૂર પડશે. આ ત્રણ વસ્તુને સારી રીતે મિશ્ર કરો. વાળને પાણીથી ધોઈ લો અને તે પછી આ મિશ્રણ વાળ અને સ્કેલ્પ પર લગાવો. તેને 30 મિનિટ સુધી રહેવા દો. તે પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.

ડુંગળીના તેલનો કરો ઉપયોગ

તમે ડુંગળીના તેલનો ઉપયોગ કરી શકો છો. તેના માટે ડુંગળીનો રસ નાળિયેર તેલમાં મિક્સ કરો. તે તમારા વાળને પોષણ આપશે, ધોળા થવાથી અટકાવશે અને વાળની પાતળા થથા અટકાવશે. તેના માટે 3 ચમચી ડુંગળીનો રસ અને 2 ચમચી નાળિયેર તેલ મિક્સ કરો. એક કડાઈ લો અને તેમાં નાળિયેર તેલ અને ડુંગળીનો રસ નાખો, બંને વસ્તુને સારી રીતે મિક્સ કરો. ક્રેડિટ લિંક 

મધ્યમ આગ પર, સામગ્રીને 3-5 મિનિટ માટે રહેવા દો અને પછી તેને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થયા પછી તેલ કાઢવા માટે ચાળણીનો ઉપયોગ કરો. ત્યારબાદ તમારા વાળ અને સ્કેલ્પ પર તેલથી માલિશ કરો. તેને લગભગ 3 કલાક માટે આમ જ રહેવા દો. ત્યારબાદ વાળને શેમ્પૂથી ધોઈ લો.


Post a Comment

0 Comments