
ઓલિવ ઓઇલ : સૂતા પહેલા તમારા મનપસંદ નાઇટ ક્રીમમાં ઓલિવ ઓઇલ ના થોડા ટીપાં નાખીને મિક્સ કરો અને તમારા ચહેરા પર બરાબર મસાજ કરો. તમે તમારા ચહેરા પર સીધા જ ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો. આ કરવાથી તમારી ત્વચામાં જલ્દી થી જ ગ્લો આવશે.
નાળિયેર તેલ : ત્વચાને સુધારવા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. ત્વચા પર રોજ મસાજ કરવા માટે પણ આ વાપરી શકાય છે. તમારા મનપસંદ નાઇટ ક્રીમ સાથે નાળિયેર તેલ મિક્સ કરો, તેને તમારા ચહેરા પર મસાજ કરો અને બીજે દિવસે સવારે ધોઈ નાખો. નાળિયેર તેલ ત્વચા માટે સુપરફૂડનું કામ કરે છે. તે ત્વચાની બળતરાની સાથે ચેપને પણ અટકાવે છે.
મુલ્તાની મીટ્ટી અને ચંદનની પેસ્ટનો ઉપયોગ : ચહેરાની ત્વચાની ખોવાયેલી ગ્લો મેળવવા માટે મુલ્તાની મીટ્ટી અને ચંદનની પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ તે સુકાઈ જાય પછી, તેને ઉતારતી વખતે થોડું ભીનું કરવાની ખાતરી કરો. અઠવાડિયામાં 2-3 કોટિંગ લગાવ્યા પછી જાતે જ ચેક કરજો કે ત્વચાને કેટલો ફાયદો થઈ રહ્યો છે.ક્રેડિટ લીંક
હળદર વાળું દૂધ : એ વાત સૌ જાણે છે કે દૂધમાં હળદર મિક્સ કરીને પીવું ખૂબ ફાયદાકારક છે. પરંતુ જો આનો ઉપયોગ રાત્રે સૂઈ ગયા પછી ચહેરા પર લગાવવા માટે કરવામાં આવે છે, તો તેનાથી વધુ સારા પરિણામો મળવાનું શરૂ થશે.
અડઘી ચમચી હળદર પાવડર એક ચમચી કાચા દૂધમાં નાંખો અને તેને સુતરાઉ બોલ સાથે ટોનર તરીકે લગાવો. અઠવાડિયામાં 2-3 વાર આ કર્યા પછી, તમારા ચહેરા પર ફેરફાર જુઓ.
0 Comments