:છ માળની નૂડલ્સ ફેક્ટરીમાં આગ લાગતાં 52 લોકોનાં મોત

બાંગ્લાદેશમાં થઇ મોટી દુર્ઘટના : છ માળની નૂડલ્સ ફેક્ટરીમાં લાગી આગ.આગ લાગતાં 52 લોકોનાં થયા મોત, જીવ બચાવવા લોકોએ મારી  પડ્યા છમાળની ફેક્ટરી  છલાંગ 



30થી વધારે લોકો ઘાયલ, 25 લોકોને ફેક્ટરીની છત પરથી બચાવાયા


બાંગ્લાદેશના રૂપગંજમાં આવેલી એક ફેક્ટરીમાં આગ લાગવાને કારણે 52 લોકોનાં મોત થયાં છે. બાંગ્લાદેશની ફાયર સર્વિસ દ્વારા આ માહિતી આપવામાં આવીરહી  છે. ફાયર સર્વિસના ડેપ્યુટી ડિરેક્ટર દેબાશિષ વર્ધન દ્વારા મીડિયાને જણાવવામાં  આવ્યું હતું કે ઓછામાં ઓછા 40 મૃતદેહો તેમને મળ્યા છે. રાહત-બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જાણકારી મુજબ લોકો પોતાનો જીવ બચાવવા ઉપરથી કૂદી પડ્યા હતા. ત્રીજા માળેથી શરૂ થયેલી આગ જોતજોતાંમાં છઠ્ઠા માળે પહોંચી ગઈ હતી.



દેબાશિષ વર્ધન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધી શકે છે. રૂપગંજ પોલીસ સ્ટેશન માં કામ કરી રહેલા એક પોલીસ અધિકારીએ મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે ફેક્ટરીમાં કામ કરનારા મજૂરોનાં પરિવારજનો અહીં મોટી સંખ્યામાં ભેગાં થઈ ગયાં છે.

પોલીસે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગ ઢાકાની બહાર આવેલ એક ઔદ્યોગિક શહેર રૂપગંજ માં હાશેમ ફૂડ એન્ડ બેવરેજીસ ફેક્ચરીમાં ગુરુવારે સાંજે 5 વાગે આગ લાગી હતી. શુક્રવારના સવાર સુધી આગ પર કંટ્રોલ મેળવી શકાયો નહોતો. રેસ્ક્યૂ ટીમ દ્વારા ઘણા લોકોને બચાવવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે કેટલા લોકો ફેક્ટરીમાં ફસાયેલા હતા.

25 લોકોને ફેક્ટરીની છત પરથી બચાવાયા
પોલીસ ઈન્સ્પેક્ટર શેખ કબીરુલ ઈસ્લામે કહ્યું હતું કે છ ફ્લોરની ફેક્ટ્રીમાં ઝડપથી લાગેલી આગને કારણે ઉપરના ફ્લોરથી કૂદીને જીવ બચાવવા જતાં લોકો માં ઓછોમાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. હજી ડઝનો જેટલા કર્મચારીઓ મળ્યા નથી. ફાયરબ્રિગેડની ટીમદ્વારા  જાણકારી મળી હતી કે નૂડલ્સ અને ડ્રિન્ક બનાવતી આ ફેકટરીની છત પરથી 25 લોકોને બચાવવામાં આવ્યા છે, પરંતુ મૃતક આંક વિશે હજી ચોક્કસ કઈ જાણકારી કહી શકાય એમ નથી.

સાક્ષીઓએ જણાવી સંપૂર્ણ સ્થિતિ
ફાયર ફાઈટર ટીમના પ્રવક્તા દેબાશિષ દ્વારા જાણવા મળ્યું  હતું કે આગ પર કાબૂ મેળવ્યા પછી એમના દ્વારા અંદર તપાસ અને રેસ્ક્યૂ અભિયાન ચલાવવમાં આવશે. ત્યાર પછી જ એ મૃતક આંક વિશે ચોક્કસ કંઈક કહી શકશે. આગમાંથી બચનાર ફેક્ટરીના એક કર્મચારી મોહમ્મદ સૈફુલે જણાવ્યું હતું કે આગ લાગી એ સમયે અંદર ગાન બધા લોકો હતા. ત્રીજા ફ્લોરની બંને સીડીનો ગેટ બંધ હતો. બીજા એક મિત્રએ કહ્યું હતું કે ફેક્ટ્રી 48 લોકો હતા. મને નથી ખબર તેમનું શું થયું?

એક અન્ય કર્મચારી મામૂને કહ્યું હતું કે નીચેના ફ્લોરમાં આગ લાગવાથી અને ફેક્ટરીમાંથી કાળો ધુમાડો બહાર નીકળતાં તે અને અન્ય 13 કર્મચારી છત પર ભાગ્યા હતા. ફાયર ફાઈટરની ટીમે તેમને દોરડાની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા . ફેક્ટરીમાંથી આગ ઓછી થતાં જ કેટલાય પરેશાન લોકો તેમનાં પરિવારજનો વિશે જાણવા ફેક્ટરીની બહાર આવી ગયા હતા. પીડિતોનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે આગ લાગ્યાની માહિતી મળતાં જ તે લોકો અહીં આવી ગયા. હવે ફેક્ટરીની અંદર ફસાયેલા લોકોના ફોન પણ નથી લાગી રહ્યા.


એક અન્ય કર્મચારી મામૂને કહ્યું હતું કે નીચેના ફ્લોરમાં આગ લાગવાથી અને ફેક્ટરીમાંથી કાળો ધુમાડો બહાર નીકળતાં તે અને અન્ય 13 કર્મચારી છત પર ભાગ્યા હતા. ફાયર ફાઈટરની ટીમે તેમને દોરડાની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા . ફેક્ટરીમાંથી આગ ઓછી થતાં જ કેટલાય પરેશાન લોકો તેમનાં પરિવારજનો વિશે જાણવા ફેક્ટરીની બહાર આવી ગયા હતા. પીડિતોનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે આગ લાગ્યાની માહિતી મળતાં જ તે લોકો અહીં આવી ગયા. હવે ફેક્ટરીની અંદર ફસાયેલા લોકોના ફોન પણ નથી લાગી રહ્યા.

ઘટનાસ્થળની તસવીરો



આગ પર કાબૂ મેળવવામાં ઘણો સમય લાગ્યો



મૃતકોની સંખ્યા વધવાની શક્યતા.



હજી પણ ફેક્ટરીમાં ઘણા લોકો ફસાયા હોવાની શક્યતા.



રાહત-બચાવ કામગીરી શરૂ.



Post a Comment

0 Comments