
સેલફોન ટાવરોમાંથી થતું કિરણોત્સર્જન (કિરણો બહાર ફેંકાવા તે) માનવ શરીર માટે કોઇ પ્રકારે હાનિકારક નથી એમ ઇલેકટ્રો – મેગ્નેટિક ફિલ્ડ સિગ્નલો વિષેના વ્યાપક સંશોધન પરથી જણાયું છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગના વરિષ્ઠ નાયબ નિયામક હર્વેશ ભાટિયાએ આમ જણાવીને ઉમેર્યું કે સેલફોન ટાવરમાંથી બહાર ફેંકાતા કિરણો (રેડિએશન)થી માનવના સ્વાસ્થ્યને હાનિ પહોંચતી હોવાનો લોકપ્રિય ડર સમાજમાં ફેલાયેલો છે, પરંતુ હકીકત એથી ઊલટી છે. ઇએમએફ (ઇલેકટ્રો – મેગ્નેટિક ફિલ્ડ) ના સિગ્નલોવિષે થયેલા વ્યાપક સંશોધન ના આધારે કહી શકાય કે મોબાઇલ ટાવર રેડિએશનથી માનવના આરોગ્યને કોઇ નુક્સાન પહોંચતું નથી.

ભાટિયા, કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા આયોજિત વેબિનારમાં બોલી રહ્યા હતા. વેબિનારનો ઉદ્દેશ મોબાઇલ ફોનના ટાવરોમાંથી બહાર ફેંકાતા કિરણો (રેડિએશન) વિષેની લોકોમાં ફેલાયેલી ગેર માન્યતાઓ અને ભ્રમણાઓને દૂર કરવાનો હતો.ક્રેડિટ લિંક
ટેલિકોમ વિભાગના નાયબ નિયામકે ગ્રાહકોને સીમલેસ કનેક્ટિવિટી ખાતરી બધ્ધપણે મળી રહે એ માટે વધુ મોબાઇલ ટાવરોની જરૃર હોવા પર ભાર મૂક્યો છે.

દેશમાં મોબાઇલફોનના વપરાશકર્તાઓ વધી રહ્યા છે ત્યારે એ સહુને સીમલેસ મોબાઇલ કનેક્ટિવિટી ચોક્ક્સપણે મળી રહે એ માટે મોબાઇલ ટાવરની સંખ્યા વધારાય એ જરૃરી છે, એમ એમણે સમજાવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત તબીબી તજજ્ઞાો અને અન્ય દાવેદારો પણ હર્વેશ ભાટિયાની ટિપ્પણી સાથે સંમત થયા. રાજ્ય સરકારના અધિકારીઓ, પોલીસ, સ્થાનિક સંસ્થાઓ તથા ટેકનિકલ સંસ્થાઓના અધિકારીઓ પણ વેબિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.
0 Comments