પાચન તંત્રને યોગ્ય બનાવવા માટે ડાયેટ ચાર્ટને ફોલો કરવો જરૂરી
કેટલાક એવા ફૂડસ છે જે આપણને પેટની સમસ્યાઓથી છૂટકારો અપાવી શકે છે. પાચન તંત્રને યોગ્ય બનાવવા માટે ડાયેટ ચાર્ટને ફોલો કરવો જરૂરી છે. મોટાભાગે બહારનું ખાવાનું ખાવું અથવા તળેલું ખાવાથી તમારું પેટ ફૂલી જાય છે. આ સાથે જ એસિડિટી જેવી સમસ્યા થવા લાગે છે. આ તેવી સમસ્યા છે જે સાંભળવામાં તો નાની લાગે છે પરંતુ જ્યારે તેનો સામનો કરવો પડે છે ત્યારે એસિડિટીનો દુખાવો અસહનીય હોય છે.
એસિડિટીની સમસ્યા કોઇને પણ થઇ શકે
ખોટી ખાવા-પીવાની આદતથી પેટ સાથે સંકળાયેલી મુશ્કેલીઓ વધી જાય છે. એસિડિટીની સમસ્યા કોઇને પણ થઇ શકે છે. પરંતુ કેટલાક લોકો મસાલેદાર અથવા તળેલું ભોજન જમી લે તો તેમને પેટ ફૂલવાની સમસ્યા વધી જાય છે. એવામાં પાચન ક્રિયાને સક્રિય બનાવવા માટે શું ખાવું અને કેવી રીતે ડાયેટ મેનેજ કરવું તે ધ્યાનમાં રાખવું જરૂરી છે.
ચા-કોફીનું સેવન ઓછું કરો
જો તમે પાચન સંબંધિત સમસ્યાઓનો મોટાભાગે સામનો કરો છો તો ચા, કૉફીનું સેવન ઓછા પ્રમાણમાં કરો. કારણ કે તેના સેવનથી પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ વધી જાય છે. તેના વધુ પડતા સેવનથી તમને ઘણા પ્રકારની મુશ્કેલીઓ પડી શકે છે.
કાર્બોહાઇડ્રેટ યુક્ત વસ્તુઓ ઓછી ખાઓ
વધુ કાર્બવાળી વસ્તુઓ તમારા પેટ માટે નુકશાનદાયી સાબિત થઇ શકે છે. જો તમે જરૂરતથી વધારે ફેટવાળી વસ્તુઓ ખાઓ છો તો તેનાથી તમારી પરિસ્થિતિ વધારે ખરાબ થઇ શકે છે અને પેટ સંબંધિત સમસ્યા વધી શકે છે. એવામાં પાચન તંત્રને હેલ્ધી રાખવા માટે તળેલી વસ્તુઓનું સેવન કરવાનું ટાળીને વધારેમાં વધારે શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઇએ.
ગેસ બનાવતી વસ્તુઓ ન ખાશો
કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન કરવાથી તમારા પેટમાં ગેસ બની શકે છે. બ્રોકલી, બીન્સ અને કોબીજ એવી જ શાકભાજી છે જેના લીધે ગેસ બને છે. આ ઉપરાંત લસણ અને ડુંગળીનું વધારે સેવન કરવું પણ નુકશાનકારક સાબિત થઇ શકે છે. એટલા માટે યોગ્ય રહેશે કે તેનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરો. આદુ પાચન માટે રામબાણ સાબિત થઇ શકે છે.
ફાઇબરથી ભરપૂર ચીજવતુઓનું સેવન કરો
પેટની સમસ્યાઓથી બચવા માટે પોતાના ડાયેટમાં વધારેમાં વધારે ફાઇબરયુક્ત વસ્તુઓ સામેલ કરવી ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ન માત્ર તમારી પાચન ક્રિયાને ઠીક કરે છે પરંતુ તેનાથી તમે કબજિયાત જેવી સમસ્યાઓથી પણ બચી શકો છો. લીલી શાકભાજી અને ફળોનું સેવન વધારે કરો.
પેટની સમસ્યાઓથી બચવા માટે પોતાના ડાયેટમાં વધારેમાં વધારે ફાઇબરયુક્ત વસ્તુઓ સામેલ કરવી ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ન માત્ર તમારી પાચન ક્રિયાને ઠીક કરે છે પરંતુ તેનાથી તમે કબજિયાત જેવી સમસ્યાઓથી પણ બચી શકો છો. લીલી શાકભાજી અને ફળોનું સેવન વધારે કરો.
0 Comments